ભારતીય સ્માર્ટફોન નિર્માતા કંપની માઇક્રોમેક્સે હાલમાં જ બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ બજેટ સ્માર્ટફોનમાંથી એક Micormax In 1b છે. તેનું વેચાણ આજે પહેલીવાર શરૂ થવાનું હતું. પણ હવે એવું નહીં થાય.

અપડેટ - કંપનીએ કહ્યું કે કેટલીક સમસ્યાઓના કારણે આજથી સેલ શરૂ થશે નહીં. કંપનીએ કહ્યું છે કે અમે આ માટે દિલગીર છીએ. હવે સેલ ક્યારે શરૂ થશે તે તો આવનારા સમયમાં જ જણાવવામાં આવશે.

Micromax In 1b ની કિંમત વિશે વાત કરીએ તો, બેઝ વેરિઅન્ટની કિંમત 6,999 રૂપિયા છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત 7,999 રૂપિયા છે. તમે આ ફોનને બ્લુ, ગ્રીન અને પર્પલ કલર ઓપ્શનમાં ખરીદી શકો છો.

લોન્ચ ઓફર તરીકે, એક્સિસ બેંક કાર્ડ યુઝર્સ ફ્લિપકાર્ટ તરફથી 5% નું કેશબેક પણ મેળવી શકે છે. આ સિવાય નો કોસ્ટ EMI પણ આપવામાં આવશે.

Micromax In 1b ના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં 6.52-ઇંચની HD પ્લસ ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોન MediaTek Helio G35 પ્રોસેસર પર ચાલે છે.

Micromax In 1b માં માઇક્રો SD કાર્ડ પણ સપોર્ટેડ છે. આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પ્રાથમિક લેન્સ 13 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો 2 મેગાપિક્સલનો છે. આ ઉપકરણમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

Micromax In 1b માં 5,000mAh બેટરી છે અને તેમાં 10W ચાર્જિંગ સપોર્ટ છે. આ ફોન રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં હેડફોન જેક, રિયર ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ટાઈપ સી પોર્ટ છે.